અંદર તો એવું અજવાળું, અજવાળું……..
સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું.
અંદર તો એવું અજવાળું, અજવાળું …….
શ્રી માધવ રામાનુજના લખેલ આ કાવ્યથી થી બ્લોગની શરૂઆત કરૂ છુ .
બ્લોગનુ નામ અને આ પ્રથમ પોસ્ટ કઇક અંશે મળતા આવે છે ખરૂ ને ???
તેનુ કારણ છે કે જે વિષય ઉપર આ બ્લોગ પર ચર્ચા કરવાની ઇચ્છા છે એ વિષય છે “અજવાળુ”
આપણે બધા જ એ ઇચ્છા ધરાવીએ છીએ કે જીવન એક ચમત્કાર બને. આપણે ચમત્કારો માટે પ્રાર્થના કરીએ છીએ, તેની વાતો સાંભળીએ છીએ અને ધારણા કરીએ છીએ કે વર્ષો પહેલા કોઇ ચમત્કાર થયો હશે અને ભવિષ્યમા ક્યારેક કોઇ એક દિવસે ચમત્કાર થશે. પરંતુ આપણે એ ભુલી જઇએ છીએ કે આ ચમત્કારીક શક્તિ એ બહારથી નથી મળતી તે આપણી અંદર જ છે. આપણી સાચી ઓળખ એ આપણી અંદર રહેલ પ્રકાશ છે. આપણુ બાહ્ય શરીર નહી. આ આંતર જ્યોત આપણને ઇશ્વરે પ્રદાન કરી છે. આપણે સ્વયમને એક પ્રકાશપુંજ તરીકે જોઇ શકીએ તો જ એ શક્તિને પિછાણી શકીએ.
તે માટે આપણે કેવળ આપણી આંખો બંધ કરી અને શાંતીથી બેસીશુ, અને આપણા માનસ પટ પર રહેલ અંધકારમય દ્રશ્યને નીહાળીશુ, આપણી અંદર રહેલ પ્રકાશપુંજને જોવા પ્રયત્ન કરીશુ. આપણા અર્ધજાગ્રુત મનને આદેશ કરીશુ કે આપણા માનસપટ પર જે અંધકારમય દ્રશ્ય છે ત્યા તે આ પ્રકાશપુંજના આપણને દર્શન કરાવે…… અને અચાનક જ સફેદ પ્રકાશની એક દીવાદાંડી આપણને દ્રષ્ટીગોચર થશે જે પરમ સત્યનો ભેદ ખોલીને આપણા મનને પ્રકાશથી ભરી દેશે.
શરૂઆતમા શક્ય છે કે આ સફેદ પ્રકાશનો સહેજ ચમકારો માત્ર જ દેખાય, પરંતુ જ્યારે એ દેખાવાની શરૂઆત થાય છે ત્યારે માની લેવુ કે આપણે આ માર્ગને જલ્દી જ સમજી લઇશુ. આપણી જે ઇચ્છાશક્તિ છે તે જ આ માર્ગમા આપણી દિવાદાંડી બનશે.
અજવાળું, આ બ્લોગ ઉપર ચર્ચા કરવી છે આપણી આંતર શક્તિની. બહારથી ઘેરી વળેલી ચિંતા, દ્વિધા અને પ્રશ્નોના સઘળા ઉકેલ આપણી અંદરથી જ મળી આવે છે. આપણુ આંતર મન આપણને તે ઉકેલ મેળવી આપે છે. આપણા દરેકની અંદર એ પ્રકાશ રહેલો છે બસ તેને શોધી કાઢીને તેને અનુસરવાની જરૂર છે.
આ બ્લોગ ઉપર આપણે એવા પુસ્તકો વિશે ચર્ચા કરીશુ જે આપણને આ પ્રકાશ તરફ દોરી જાય. જેની અંતર્ગત આપણે મનની શક્તિઓ, સકારાત્મક વલણ, ધ્યાન, આકર્ષણનો નિયમ, સર્જનાત્મકતા, આધ્યાત્મકિતા અને વિજ્ઞાન વગેરે વિષયોને આવરી લેવા પ્રયત્ન કરીશુ.
June 4th, 2011 at 12:53 pm
Welcome to Gujarati Blog World
Nice Lesson
Thanks
June 27th, 2011 at 8:25 pm
સરસ વિષય વસ્તુ પર બ્લોગ શરુ કરવા માટે અભિનંદન – બ્લોગ-જગતમાં આપનું સ્વાગત છે.
June 28th, 2011 at 3:47 pm
આદરણીય શ્રી અતુલભાઈ,
સૌ પ્રથમ મારા બ્લોગની મુલાકાત લેવા બદલ ખુબ ખુબ આભાર.
આજે પ્રથમ વખત મે આપના બ્લોગની મુલાકાત લીધી છે પરંતુ દિલથી કહુ છુ કે મને ખુબ જ આનંદ આવ્યો. જો આપનુ આગમન મારા બ્લોગ પર ન થયુ હોત તો આપના એ પગરવને ખોળતી હુ અહી સુધી ન આવી શકી હોત. આપ શ્રી ખુબ જ ઉમદા કાર્ય કરી રહ્યા છો, જે પથ ઉપર મે હજી પા પા પગલી કરી છે તે પથની ઘણી લાંબી મજલ આપ કાપી ચુક્યા છો. મે એક જ બેઠકે આપના બ્લોગના લગભગ બધા જ ક્ષેત્રની મુલાકાત લઇ લીધી અને મનને રૂચીકર એવી બધી પોસ્ટ એક બેઠકે વાંચી લીધી, ( મે વાંચી લીધી કહેવા કરતા “ મારાથી વાંચી લેવાઇ “ એ કહેવુ વધુ યોગ્ય રહેશે) મને જ્યોર્જ વોશિંગ્ટન કાર્વર, ગીતા પ્રવચનો અને હેલન કેલરની આત્મકથા વાંચવાની ખુબ જ મઝા આવી. અને હા, એક ખાસ વાત એ કે આપના જ બ્લોગ ઉપરથી મને મારા પસંદગીના ગુજરાતી લેખકો શ્રી ગુણવંત શાહ અને શ્રી કાંતી ભટ્ટનુ સરનામુ મળવા પામ્યૂ છે, તે બદલ આપનો આભાર
“જીવન આપણને જીવી જવા માટે મળ્યુ છે, જીવી નાખવા નહી” ઇશ્વરે આપેલી આ અણમોલ ભેટનો બને એટલો સદઉપયોગ કરી શકીએ તો તેના જેવી સુંદર રીટર્ન ગીફટ બીજી કોઇ નથી. આ જીવન પ્રત્યેની મારી માન્યતા છે.
પ્રેરણાત્મક અને ચીંતનાત્મક લેખો એ જીવનરૂપી ઉધ્ધાન નુ ખાતર છે. મારા બ્લોગ પર અંગ્રેજી ભાષામા પ્રકાશીત જીવન ઉપયોગી પુસ્તકો અને તેમા રહેલા લેખો તેના લેખક અને પ્રકાશકની પરવાનગીથી ગુજરાતીમા ભાષાંતર કરીને ગુજરાતી પ્રજા સમક્ષ રજુ કરવાનો મે પ્રયત્ન કર્યો છે. આપ અવાર-નવાર તેની મુલાકાત લેતા રહેશો.
આભાર
June 28th, 2011 at 4:15 pm
શ્રી કોમલબહેન,
આપની આ વાત બહુ ગમી “જીવન આપણને જીવી જવા માટે મળ્યુ છે, જીવી નાખવા નહી”
આપના બ્લોગની મુલાકાત લેવી અને પ્રેરણાત્મક અને ચિંતનાત્મક લેખ વાંચવા જરૂર ગમશે.
પ્રેરણાત્મક લેખોને વ્યવસ્થિત ન સમજીને જો અચેતન મનને વિકસાવીને તેની પાસેથી કાર્ય લેવામાં આવે તો ક્યારેક બૂમરેંગ પણ બની શકે છે તેટલી લાલબત્તી પ્રેરણાત્મક લેખ સંબધે ધરવી જરૂરી લાગે છે – આ સાથે તે વિષય ને વધુ સ્પષ્ટ કરતો શ્રી ઉર્વીશ કોઠારીનો આ લેખ આપને જરૂર વાંચવો ગમશે.
http://urvishkothari-gujarati.blogspot.com/2011/06/blog-post_21.html
અલબત્ત જીવનમાં પ્રેરણા અને ચિંતનનું મહત્વ અદકેરું છે અને માનવીની આંતર ચેતનાને જાગ્રત કરતાં વધુ ને વધુ લેખો આપના તરફથી મળશે તે જાણીને આનંદ થાય છે – માત્ર તેના ઉપયોગમાં મનુષ્યે વિવેકપૂર્વક સાવધાનીથી આગળ વધવું જોઈએ તેટલું નમ્ર સૂચન કરવાનું મન થયું.
અને હા, મારા વિશે આટલું સારું કહેવા માટે હ્રદયપૂર્વક આભાર. કોઈ જ્યારે નિંદા કરે ત્યારે જેમ અણગમો થાય છે તે રીતે કોઈ સત્કાર્યની નોંધ લે છે ત્યારે આનંદ પણ થાય છે.
આભાર
June 29th, 2011 at 3:14 pm
આદરણીય શ્રી અતુલભાઈ,
આપની વાત અને શ્રી ઉર્વીશ કોઠારીનો લેખ બન્ને સત્ય જ છે, અને એક સત્ય એ પણ છે કે દરેક સીક્કાની સારી-નરસી એમ બે બાજુ હોય છે.
અહી મારો ઉદ્દેશ્ય સારી બાજુને ઉજાગર કરવાનો છે.
આશા છે કે વાચક વર્ગ તેને સમજી શકશે.
આભાર
June 29th, 2011 at 5:17 pm
શ્રી કોમલબહેન,
આપનો ઉદ્દેશ્ય સારી બાજુને ઉજાગર કરવાનો છે તે સમજી શકાય તેવું છે પણ સિક્કાની બંને બાજુથી માહિતગાર થવું કેટલું જરૂરી છે તે આપ સમજી શક્યા હશો. પોલીસ ઈન્સ્પેક્ટર રીવોલ્વર ચલાવે અને નાનકડો બાળક રમકડાંની જેમ રીવોલ્વર ચલાવે તે બંનેના પરીણામમાં કેટલો બધો ફેર હોય તેવી જ રીતે જ્યારે અધકચરી રીતે અર્ધજાગ્રત મનને બહેકાવવામાં આવે છે ત્યારે તેના પરીણામો ભયંકર આવી શકે તે બાબતે માત્ર અંગૂલી-નિર્દેશ કરવાનો મારો પ્રયાસ હતો. આપના તરફથી ઉત્તમ લેખ મળતાં રહેશે, અમે વાંચતા રહેશું અને ચર્ચા-વિચારણાં પણ કરતાં રહેશું.
આપની નવી પોસ્ટની રાહ જોઈ રહ્યો છું.
બ્લોગનુ નામ અને આ પ્રથમ પોસ્ટ કઇક અંશે મળતા આવે છે ખરૂ ને ???
આ પ્રશ્નનો ઉત્તર હા આપીશકાય – તેમ છતાં અજવાળું માટે ajavaduu કરતાં ajavaluu સ્પેલિંગ વધારે યોગ્ય ન ગણાય?
અલબત્ત અહિં આપણે આવું ઝીંણુ ઝીંણુ કાંતીને એક બીજાને મુંજવવાનો પ્રયાસ નહિં કરીએ પણ દરેક બાબતને હકારાત્મક રીતે લઈને આનંદપૂર્વક ચર્ચા કરશું તે બાબતની હું મારા તરફથી ખાત્રી આપુ છું.
આશા છે કે મારા આ વાર્તાલાપને આપ હકારાત્મક રીતે લેશો.
આભાર
June 30th, 2011 at 11:32 am
ચોક્કસ અતુલભાઈ,
આપના તરફથી મળતા દરેક પ્રતિભાવ આવકાર્ય છે.
આભાર.
June 29th, 2011 at 2:24 pm
“અજવાળું’નું ઉજાસભેર સ્વાગત…
આટલા લાંબા સમયથી તને ઓળખું છું પણ તું આટલું સરસ વિચારી શકે છે અને તારા વિચારોને આટલી કોમળતાથી શબ્દોમાં ઢાળી શકે છે એ જોઈ-જાણીને સાનંદાશ્ચર્ય થયું…
ગુજરાતી નેટ-વિશ્વમાં હાર્દિક સ્વાગત.. પણ હા, અડધે રસ્તે અટકી જતા મુસાફરોમાઅં તારી ગણના ન થાય એનું ધ્યાન રાખજે.. સફર શરૂ કરી છે તો ક્યાંક અટકી ન પડે એની કાળજી જરૂર રાખજે… શુભકામનાઓ..
June 29th, 2011 at 3:01 pm
આભાર દોસ્ત,
સમયે જે સમય બતાવ્યો છે,
એ જ સમયનો આ નીચોડ છે.
શરૂઆત કરી છે સમયાંતરે જરૂર પડ્યે તારા તરફથી હડસેલો મરાતો રહેશે એ જ આશા છે.
July 5th, 2011 at 12:49 pm
બ્લોગ-જગતમાં સ્વાગત છે બહેનજી આપનું…
July 5th, 2011 at 2:21 pm
સોહમભાઇ,
મારા બ્લોગની નોંધ લેવા બદલ આભાર
September 30th, 2011 at 3:33 pm
“અજવાળુ”… ખરેખર સુંદર વિષય પસંદ કર્યો છે. લખતા રહેજો..
October 12th, 2011 at 5:48 pm
શ્રી દર્શિતભાઈ
આવકાર બદલ આભાર
November 14th, 2011 at 1:33 pm
komal behen. I read antarnu ajwalu two/three times with intention to search for inner light.It is so nice let me appreciate. In the last pera of article you propose to discuss other books on this tropic. The idea is so fine. I propose you to kindly consider two books which I read during my HSE study. 1.Prbhumay jivan (translation of INTUNE WITH Infinity) most probebli it was from Akhand Anand Karyalya. 2. Mrutu anne punjanam na bhedo(this book was written by an PARSI lady & published from Bombay.This two books played great in my thinking and ATMA SUDHARNA. it is my humble sugetion that this books & discusion on this will provide more and clean thoughts on the subject ANTARNU AJWALU. with reagads,Good-wishes and sadbhavna.
November 18th, 2011 at 12:32 pm
આમીરભાઇ,
આપના સુચન બદલ આભાર,
પ્રભુમય જીવન ખરેખર ઉત્તમ પુસ્તક છે. મે શાળાકાળ દરમ્યાન વાંચ્યુ હતુ.
સ્નેહીજનોને ભેટ તરીકે આપવા તે યથાયોગ્ય છે.
આપે જે અન્ય પુસ્તકની વાત કરી છે તે “મ્રુત્યુ અને પુનર્જન્મના ભેદો” તેના લેખીકા કોણ છે?
“The laws of the sprite world” આ પુસ્તક પણ મુળ તો ગુજરાતીમા જ લખાયેલ હતુ, અને આ તેની અંગ્રેજી આવ્રુતી છે.
ગુજરાતી પુસ્તક વિશે મને કોઇ માહીતી નથી.
“મ્રુત્યુ અને પુનર્જન્મના ભેદો” તે શું શ્રીમતી ખુરશેદ ભાવનગરી દ્વારા લખાયેલ “The laws of the sprite world” તો નથી ને !!!
November 24th, 2011 at 1:09 pm
કોમલ બહેન આ બાબત મે આપ્ને મેલ કરિ હતિ. મને અતિયારે એત્લુજ યાદ છે કે બિજુ પુસ્ત્ક મુમ્બાઇ થિ પારસિ સન્સાર થિ પ્રગટ થ્યેલુ.બનિ સકેછે કે લેખિકા શ્રિમતિ ખુર્શેદ બેન હોય. કદાચ અખડ આનન્દ કાર્યા લય્થિ માહિતિ મ્લે ત્મરા અમ્દાવાદ માજ છે જો સ્મ્ય મ્લે તો તત્પાસ કરજો. હુ આહિયા તપાસ કરિશ જો કોય મહિતિ મ્લશે તો ત્મ્ને જરુર ખબર આપિસ. શુભેછા સાથે સદ્ભવના.
February 11th, 2012 at 8:59 pm
સુંદર બ્લોગ સુંદર માહિતી
http://palji.wordpress.com
કવિતા વિશ્વ
March 1st, 2016 at 9:35 pm
Aaje peli war me aapna blog ni mulakat lidhi….khub j aanand thyo…sundar kary kro chho…amara jewa anek gujrati wachko angreji books vachya vina eno AASWAD Mani shke chhe….