કહેવાય છે કે,…..
માણસના ન હોવાની દહેશત તેના પ્રત્યેની આપણી લાગણી વધારી દે છે, અને માણસના ચાલ્યા ગયા પછી જ એનુ મહત્વ સમજાય છે, આટલી અમથી વાત સમજવામા ક્યારેક બહુ લાંબો સમય લાગી જાય છે. આજે 3 મહીના અને 6 દિવસના લાંબા સમય પછી પોસ્ટ લખી રહી તેનુ કારણ પણ કાંઈક આવુ જ છે.
ક્યારેક ક્યારેક ઇશ્વર પોતાની ઉપસ્થિતિનો પુરાવો આપણને ન ગમે તે રીતે પણ આપતો હોય છે.
હશે ! ! !
તો મીત્રો,
જેમ હમણા કહ્યુ એમ કે, માણસના ચાલ્યા ગયા પછી જ એનુ મહત્વ વધારે જણાય છે, એમ જ આપણે જે શ્વાસ લઇ રહ્યા છીએ તેના ગયા પછી જ આપણને તેનુ મુલ્ય જણાય છે અને ત્યારે ખુબ મોડુ થઈ ગયુ હોય છે. આજ વાત ડો. બ્રેંડા શોષાન તેમના પુસ્તક “ઝેન મીરેકલ” દ્વારા આપણને ઉંડાણથી સમઝાવે છે.
આ જ છે આજની ચર્ચનો વિષય
“ઝેન મિરેકલ”
મીત્રો, આજે આપણે ઝેન ફિલૉસફીના અભ્યાસ અને જીવનમા તેના ઉપયોગ વિશે વાત કરીશુ.
તો હવે આપણે જોઇશુ કે ઝેન ફિલૉસફીમા ધ્યાન કેવી રીતે કરવામા આવે છે.
સૌ પ્રથમ જાણીશુ કે “ઝાઝેન” શું છે અને તે કેવી રીતે કરવામા આવે છે?
“ઝાઝેન” એટલે કે ધ્યાનની ક્રીયા.
ઝેન અભ્યાસમા કહેવાય છે કે સૌથી ઉત્તમ સુચન એ છે કે, કોઇ સુચન નહી. આ માન્યતા આપણને કોઇ અન્ય પર આધારીત રહેવાની વ્રુત્તી છોડવા પર દબાણ કરશે. સ્વયંમને શોધવાની અને આપણા પગ પર ઉભા રહેવાની શીખ આપશે.
ઝેનમા ધ્યાન કરવાના સ્થળને જાપેનીઝ ભાષામા “ઝેનડુ” કહેવામા આવે છે. જેનો સરળ અર્થ થાય છે : મેડીટેશન હોલ (ધ્યાનનુ સ્થળ)
જો આપણે ઝેનડુમાં જઇ શકીએ તો સૌથી ઉત્તમ છે, અને તેમ ન કરી શકીએ તો આ અભ્યાસ આપણે ઘરે બેસીને પણ કરી શકીશુ. તે માટે આપણે અમુક બાબતોને ધ્યાનમા લેવી પડશે. સૌ પ્રથમ આપણા ઘરના તે સ્થાનને સ્વચ્છ કરી દેઇશુ, ત્યાથી વધારાનો સામાન અને અસ્તવ્યસ્તતા દુર કરી દેઇશુ.
સ્વચ્છતા, સુઘડતા અને ખાલીપા સાથે આપણા મનને સીધો સબંધ છે. ઘરના જે ઓરડામા આપણે દિવસનો અને જીવનનો ઘણો સમય વિતાવીએ છીએ, તે ઓરડાની અમુક બાબત પર આપણુ ધ્યાન ક્યારેય ગયુ છે ખરૂ?
ઓરડામા ટીવી ગોઠવવા માટે બનાવેલ ટીવી કેબીનેટ, દિવાલના ગોખલામા બનાવેલ શોકેસ અને તેમા ગોઠવેલી વસ્તુઓ. ઓરડાની એક દિવાલ પર ટીંગાડેલો પત્નીના હાથે બનાવેલ ચાકડો, બીજી દિવાલ પર પુત્રીએ સર્જેલ ચીત્રકળાનો નમુનો, કુદરતી દ્રશ્યનુ ચીત્ર, માતાજીનુ કેલેન્ડર, સુવાક્યોની તક્તિ, સ્વર્ગસ્થ વડિલોના ફૉટા વગેરે, વગેરે……
આવી કેટલીય ચીજોથી ભરેલો ઓરડો જ્યારે દિવાળીમા સફાઇ માટે ખાલી કરાય છે, ત્યારે કેટલો નવિન અને રૂચીકર લાગે છે!!! આ ખાલીપો ક્ષણભર માટે મનને ગમે છે અને અંતે ફરીથી એને વસ્તુઓથી ભરી દેવામા આવે છે. ક્યારેય વિચાર્યુ છે કેમ આમ થાય છે?
કારણ એ છે કે આપણે મનની સાથે સાથે દ્રષ્ટીથી પણ વીચારીએ છીએ. દ્રષ્ટી સમક્ષ આવતી દરેક ચીજ સાથે અનેક વિષય અને અનેક વિચાર જોડાયેલ હોય છે. આ ચીજ વસ્તુઓમા ફરતી નજર તેના વિષયો અને વિચારોમા અટવાતી જતી હોય છે. જ્યારે ખાલીપો આપણા મનમા એક પ્રકારની શુન્યતા ઉભી કરે છે.
સત્ય એ છે કે આ જ ખાલીપણામા સ્વયંમની અને પરમતત્વની ખોજ થાય છે. આપણે આ ખાલીપો સમજી શકતા નથી, તેને ડામવા ચીજોનો ખડકલો કરી દઇએ છીએ, અને ખાલીપાથી એટલેકે સ્વયંમથી મુખ ફેરવી લઇએ છીએ.
અહી કહેવાનો અર્થ એ નથી કે ઘરનુ રાચરચીલુ ફેંકી દઇને ચાર દિવાલોમા જીવવુ. પરંતુ કહેવાનો અર્થ છે કે આપણી આસપાસનુ વાતાવરણ આપણા ધ્યાન પર અસર કરે છે, અને આપણુ ધ્યાન આપણા વાતાવરણ પર અસર કરે છે. જ્યારે આપણે આપણા ભૌતિક જગતમા ખાલીપાનુ સર્જન કરીએ છીએ, ત્યારે આપણુ આંતરિક જગત પણ તેની સાથે ખુલતુ જાય છે. ધ્યાન માટે આપણે બાહ્ય જગતમા જેટલી ખાલી જગ્યાનુ સર્જન કરીશુ તેટલુ જ આપણુ આંતરીક વિશ્વ વિશાળ બનતુ જાય છે.
તો સૌ પ્રથમ આપણા ઘરના તે સ્થાનને સ્વચ્છ કરી દઇશુ, ત્યાથી વધારાનો સામાન અને અસ્તવ્યસ્તતા દુર કરી દઇશુ …
ત્યાર બાદ ધ્યાનમા બેસવા માટે કુશન (સપાટ ઓશીકુ) ની સગવડ કરીશુ. ઝેન સેન્ટરમા મોટા ચોરસ કુશન હોય છે. (ઘરે કોઇ પણ આરામદાયક કુશનથી શરુઆત કરી શકાશે, જો તમે કુશન પર બેસવા સક્ષમ ન હોવ તો, પીઠને સીધી રાખે તેવી ખુર્શીનો ઉપયોગ કરી શકો છો.) ઘણા લોકો આ સાથે એક નાની ઘંટડી રાખવી પસંદ કરે છે જેનો રણકાર ધ્યાન ની શરૂઆત અને અંત દર્શાવતુ ચીહ્ન બને છે. સાથે અગરબત્તી અને મીણબત્તી પણ ઘણા લોકો રાખે છે, જે ધ્યાનની ક્રીયાને વધુ રસપ્રદ બનાવે. તાજા પુષ્પો અને પાણી પણ રાખી શકાય છે. માત્ર એ ખ્યાલ રાખવાનો છે કે આ સઘળી વસ્તુઓ ધ્યાનમા સહયોગ પુરો પાડે, ના કે ધ્યાનમા વિક્ષપ કરે.
કહેવાય છે, કે…
મૌન એ ઉપચારની શરૂઆત છે. ઝેનડુ એ એક એવુ સ્થળ છે જે મૌનને (ધ્યાનને) સમર્પીત કરાયેલ છે. જ્યારે આપણે ઝેનડુમા પ્રવેશ કરીએ છીએ, એટલે કે આપણે ધ્યાન કરવાના સ્થળમા પ્રવેશીએ છીએ આપણે મૌન થઇ જઇએ છીએ. આ સમયે આપણે આપણી સામાજીક પ્રતીષ્ઠા અને મોભાને દરવાજાની બહાર છોડીને આવીએ છીએ, અને તેથી તે અંગેના આપણા સઘળા માનસીક વાર્તાલાપ શાંત થઇ જાય છે. આ એ સમય હોય છે જ્યારે આપણે સંપુર્ણ પણે સ્વયંમને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યારે આપણે મૌન હોઇએ છીએ ત્યારે અન્ય લોકો સાથેનો વાર્તાલાપ કાઇક અલગ રીતે રજુ થાય છે. આપણે મૌન દ્વારા કઇક અલગ રીતે જ બોલીએ છીએ,
ધ્યાનમા બેસવા માટે જે સ્થળ તૈયાર કર્યુ છે, તેમા પ્રવેશતા પુર્વે આપણે આપણા પગરખા ઉતારી તેને યોગ્ય જગ્યાએ ગોઠવી દઇશુ. આમ કરવાથી તે સ્થળની ચોખ્ખાઇ અને વ્યવસ્થા જળવાઇ રહે છે. તેની પાછળનો એક ઉદ્દેશ આપણે આગળ જોઇ ગયા કે સ્વચ્છતા, સુઘડતા અને ખાલીપા સાથે આપણા મનને સીધો સબંધ છે.
અને
અન્ય એક કારણ એ છે કે મોટાભાગે આપણે ક્યારેય આપણા પગ તરફ ધ્યાન નથી દેતા. તે હંમેશા પગરખા અને મોજાથી ઢંકાયેલ રહે છે. જ્યારે આપણે આ આવરણોને દુર કરીશુ તો આપણને ખ્યાલ આવશે કે આપણા પગ એ આપણા શરીરના સૌથી નાજુક અંગ છે. શરીરની નસોના અંત ભાગથી તે બનેલા છે, તે આપણને જે ધરતી પર આપણે ચાલીએ છીએ તેની સાથે તો જોડે જ છે, સાથે સાથે આપણી અંદર શુ ચાલી રહ્યુ છે તેની સાથે પણ જોડે છે. એક્યુપ્રેશર જે ઇલાજની એક પધ્ધતી છે તેમા જણાવ્યા મુજબ આપણા શરીરના દરેક અંગો સાથે જોડાણ ધરાવતી માંસપેશીઓના અંત ભાગ આપણા પગમા આવેલ છે. આપણા પગ ઘણી માહીતી અને જ્ઞાન મેળવવા સક્ષમ છે જે આપણે અન્ય કોઇ રીતે મેળવી શકીએ તેમ નથી.
મહત્વનુ છે કે આપણા પગ અત્યંત કિંમતી છે. આપણે આપણા પગને માન સન્માન આપવુ જોઇએ, અને તેના મહત્વને ધ્યાનમા રાખીને તેનો ઉપયોગ કરવો જોઇએ. તે જે આપણને શીખવવા માંગે છે તે તરફ આપણે બેધ્યાન ન રહેવુ જોઇએ. જ્યારે સુંવાળી ધરતી પર, લીલા ઘાંસ પર, ભીની માટી પર પગ મુકીએ ત્યારે પગની નસો દ્વારા મનને કેવો અહલાદક અનુભવ થયાનો સંદેશો મોકલવામા આવે છે ! આપણે તે તરફ ધ્યાન લઇ જઇને તે ક્ષણને માણવાને બદલે આ જ પગ દ્વારા દોડવાની ઉતાવળમા હોઇએ છીએ. ઝેન અભ્યાસ પણ તે જ શીખ આપે છે કે આપણે કોઇ પણ બાબત પ્રત્યે બેધ્યાન ન રહેવુ જોઇએ.
ધ્યાનની શરૂઆત કરવા માટે આપણે નજર જમીન ઉપર રાખીને, આપણા દરેક કદમ પર ધ્યાન કેન્દ્રીત કરતા, ધીમા ડગલે ચાલતા ચાલતા, પગના તળીયે રહેલી જમીનને અનુભવતા આપણી બેઠક તરફ જઇશુ અને આપણી બેઠક ગ્રહણ કરીશુ. આ પ્રકારે જે માત્ર ચાલવાની ક્રીયા છે, એ પણ એક પ્રકારનુ ધ્યાન જ છે જેને “કીનહીન” કહે છે.
“કીનહીન” એ પાંચથી પંદર મીનીટનુ કે તેથી વધુ હોઇ શકે છે. “કીનહીન” ધ્યાનમા આપણે એક પછી એક ડગલે, અદબ વાળીને, આપણી પીઠ ટટ્ટાર રાખીને, નજર નીચે રાખીને, આપણુ સંપુર્ણ ધ્યાન આપણા શ્વાસ પર રાખીને ધીમે ધીમે ચાલવાનુ હોય છે. આપણે કશે પહોચવાનુ નથી, આપણે ત્યાજ રહેવાનુ છે જ્યા આપણે છીએ. દરેક કદમ કીંમતી અને અમુલ્ય છે. જેમ જેમ આપણે ચાલીએ છીએ તેમ તેમ એક વાત આપણા મનમા ચોક્કસ થતી જાય છે કે “ આ ચોક્કસ ડગલુ જે આપણે ભરી રહ્યા છીએ તે ફરી આવશે નહી”
ઝેન અભ્યાસમા આપણે ઘણી વાર અદબવાળીએ છીએ, જેને “ગાશો” કહેવામા આવે છે. આ પ્રક્રીયામા આપણા શરીરના સઘળા અંશોને આપણે એકબીજા સાથે જોડી દઇએ છીએ. ડાબા ને જમણા સાથે, સારાને ખરાબ સાથે, કઠોરને કોમળ સાથે, દ્વૈતવાદવાળા વિરોધાભાસવાળા વિશ્વને એકસુત્ર કરીએ છીએ. અદબ વાળવાની ક્રીયા એ આભાર અને માન અભિવ્યક્ત કરવાની પણ ક્રીયા છે. આ કૃતજ્ઞતાનો ભાવ આવે છે ત્યારે નજર સામે આવતા દરેક દ્રશ્ય નવિન લાગે છે.
હવે આપણે આપણી બેઠક ગ્રહણ કરીશુ. આપણે કુશન (અથવા ખુર્શી) ઉપર બેસી જઇશુ. આપણી પીઠ સીધ્ધી અને ગરદન ટટ્ટાર રાખીશુ, ખુલ્લી આંખે જ નીચે તરફ જોવાનો પ્રયત્ન કરીશુ. આંખો એ કારણથી ખુલ્લી રખાય છે કે આપણે નિંદ્રાવશ ન થઇ જઇએ કે સ્વપ્નોમા ખોવાઇ ન જઇએ. ઝેન અભ્યાસ, જાગવાનો અભ્યાસ છે. ઝેન અભ્યાસ એ જાણવાનો અભ્યાસ છે, કે ક્યારે આપણે આભાસી દુનિયામા હોઇએ છીએ અને ક્યારે આપણે વાસ્તવિક જગતમાં હોઇએ છીએ.
ધ્યાનમા શારીરિક અવસ્થા ઘણુ મહત્વ ધરાવે છે.
કોઇ ચીજ પર આધારીત ન રહેવુ.
આ અભ્યાસમા આપણે શીખીશુ કે કોઇનો સહારો લીધા વગર જ આપણી પોતાની શક્તિ પર જ વિશ્વાસ કેવી રીતે રાખવો. જેમ જેમ આપણે અભ્યાસ દરમ્યાન કોઇ ચીજ નો સહારો લીધા વગર આપણી શારીરિક અવસ્થા જાળવી રાખીશુ, તેમ તેમ આપણે જીવનના અન્ય ક્ષેત્રોમા પણ અન્ય પર આધાર રાખવાનુ અને અસ્થિરપણુ છોડી દઇશુ. આપણે એ માંગણી કરવાનુ છોડી દઇશુ કે અન્ય લોકો આપણી સંભાળ લે, આપણે લોકોને એ જતાવવાનુ છોડી દઇશુ કે આપણે એટલા નબળા છીએ કે આપણા પોતાના જીવનની સંભાળ લઇ શકતા નથી. ઝેન અભ્યાસમા સૌથી મહત્વનો નો મુદ્દો છે તમારી પોતાની કુદરતી શક્તિને પીછાણવી.
એક વખત ધ્યાન શરૂ થયા બાદ તે પુરૂ ન થાય ત્યા સુધી સ્થીરતા જાળવી રાખીશુ. ધ્યાન ઇચ્છા મુજબ લાંબુ કે ટૂંકા સમયનુ હોઇ શકે છે. શરૂઆતના તબક્કે 5-10-15 મીનીટનો સમય યોગ્ય રહેશે. આપણે સ્વયંમને યોગ્ય લાગે તેટલો સમય ધ્યાન કરીશુ, મહત્વની વાત એ છે કે તેમા નિયમીતતા જળવાય. ત્યાર બાદ અભ્યાસ તેની જાતે જ થતો જશે.
ધ્યાન દરમ્યાન સ્થીરતા જાળવી રાખવી એ ખુબ મહત્વનુ છે. મોટાભાગે જે ક્ષણે આપણે તકલીફ કે તાણ અનુભવીએ છીએ ત્યારે આપણે હલન ચલન કરીને એ તકલીફ કે તાણને દૂર કરવા પ્રયત્ન કરીએ છીએ. સ્થીરતા જાળવી રાખવાના પ્રયત્નથી આપણે આપણી આદત મુજબની પ્રતિક્રિયાઓ છોડીને, સ્વયંમને જે બની રહ્યુ છે તેને સ્વીકારવા તૈયાર કરીએ છીએ.
જ્યારે ધ્યાન દરમ્યાન વિચારો આવે ત્યારે તેને દબાવવાના કે ધીક્કારવાના નથી, માત્ર એ શું છે તે તરફ ધ્યાન લઇ જવાનુ છે અને તરત શ્વાસની ક્રીયા પર પરત ફરવાનુ છે. વિચારો આવશે અને જશે. તેમની સાથે જોડાવાની જરૂર નથી. તે જ પ્રમાણે પ્રતિક્રીયાઓ સાથે પણ જોડાવાનુ નથી
જ્યારે આપણે ધ્યાનમા બેસીશુ ત્યારે બધી જ વાતની ફિકર છોડી દઇશુ. મોટાભાગે આપણે દિવસ દરમ્યાન કેટલાય વિચારો, આયોજનો, ગુસ્સો, દુ:ખ વગેરે સાથે લઇને ફરીએ છીએ. આપણે હર ક્ષણે આ જીવંત ઉર્જા ધરાવતા આશ્ચર્યજનક શ્વાસ લઇએ છીએ જેને આપણે ભુલી જઇએ છીએ. આપણે એના આભારી નથી થતા, કે અગર અમુક ક્ષણો માટે જો શ્વાસ રોકાઇ જાય તો શુ થાય આપણે સ્વયંમને એ વાતનો અહેસાસ દેવડાવીશુ કે અત્યારે આ ક્ષણે આપણે જાગ્રુત છીએ, જીવંત છીએ. જેમ જેમ આપણે આપણા શ્વાસ ઉપર ધ્યાન કેંદ્રીત કરતા જઇશુ તેમ તેમ આપણી જીવંત ઉર્જા આપણી પાસે ચોક્કસ પરત ફરશે.
બસ આટલુ કરો કે આ શ્વાચ્છોશ્વાસનો ભંગ ન કરશો. અને તેને બહુ મહત્વ પણ ન આપશો. અત્યારે મહત્વ એ વાતનુ છે કે આપણે રોજ નિયમીતપણે અને આપણી ક્ષમતા મુજબ આ પ્રકારે ધ્યાનમા બેસી શકીએ. આચાર્ય રજનીશ કહે છે કે, કશુ ન કરવાની ક્રીયા એ સૌથી કઠીન ક્રીયા છે. જરા યાદ કરજો કે આજના દિવસમા તમે કોઇ ક્રીયા કે વિચારો કર્યા વગરની તદન કોરી એવી કેટલી ક્ષણો સ્વયંમ સાથે વિતાવી હતી?
ધ્યાનના અન્ય પ્રકારો કરતા આ પ્રકાર ભીન્ન છે. ઝેન એ કોઇ ચોક્કસ અવ્સ્થામા પહોચવાની ક્રિયા નથી. તે માત્ર વાસ્તવિકતા પ્રત્યે જાગ્રુત થવાની પ્રક્રિયા છે. આપણે કાઇક ખાસ કરવાનુ નથી, આપણે તો ક્ષણે ક્ષણે, શ્વાસે શ્વાસે જે વાસ્તવિકતા આપણી સમક્ષ રજુ થાય છે તે પ્રત્યે સજાગ રહેવાનુ છે.
આ વાત સમજવા માટે આપણે સૌ અત્યારે જ, આજ ક્ષણે એક અભ્યાસ કરીશુ. તે એમ કે
અત્યારે આ ક્ષણે તમે જ્યારે આ બ્લોગ વાંચી રહ્યા છો અને કોમપ્યુટર પર કાર્ય કરી રહ્યા ત્યારે એક ક્ષણ રોકાઇ જાવ………..,
કી-બોર્ડ ઉપર ફરતી આંગળીઓને એક ક્ષણ રોકી લો……….
માઉસ ઉપર સવાર તમારા હાથને વિરામ આપો અને……
એ બાબત પર ધ્યાન આપો કે તમે ક્યાં છો? ઘરમાં, ઓફિસમાં, દુકાનમાં …
ક્યાં છો તમે?
ચપળતાથી તમારૂ ધ્યાન આ બાહ્ય જગત પરથી તમારા શ્વાસ પર લઇ આવો.
અને તમારા શ્વાસ ! એ અત્યારે કેવી રીતે ચાલી રહ્યા છે? ધીમા, મધ્યમ કે ઝડપથી? તે તરફ ધ્યાન લઇ જાવ.
બસ આ થઇ ધ્યાન અને જાગરૂકતાની શરૂઆત. આ અભ્યાસ દિવસ વાતો કરતા, કામ કરતા, સફાઇ કે અન્ય કોઇ પણ કાર્ય દરમ્યાન 2-3 વખત કરો.
ધીમે ધીમે તમારા શ્વાસ પ્રત્યે તમે સજાગ થતા જશો
ધ્યાનની શરૂઆત કરવા માટે આપણે શ્વાચ્છોશ્વાસને એક થી દસ સુધી ગણીશુ. અને ત્યાર બાદ દસ થી એક સુધી ઉલટી ગણતરી કરીશુ. હવે આપણા ડાબા હાથની હથેળીનો ખોબો બનાવી તેને આપણી નાભી પર મુકીશુ, અને જમણી હથેળીના ખોબાને ડાબા હાથ પર એ પ્રમાણે મુકીશુ કે, બન્ને હાથના અંગુઠા એક સાથે રહે. હવે આપણુ ધ્યાન આપણા નાભીચક્ર પર લઇ જઇશુ, અને આ જ અવસ્થામા શકય તેટલી વાર બેસવા પ્રયત્ન કરીશુ. બસ આ જ છે ઝેન…..
લોકોને આશ્ચર્ય થતુ હોય છે આ વાત પર કે, બસ આ જ છે ઝેન ? !!!!
સત્ય આ જ છે……આ જ ઝેન છે.
પરંતુ આપણે જે કર્યુ તેમા આપણે પરીપક્વ થવાનુ છે. આ જ મૌનમા આપણે ધીરે ધીરે વિચાર શુન્ય થઇને ભળતા જવાનુ છે ત્યા સુધી જ્યા સુધી આપણે આ મૌનનો સાદ અને મૌનની પેલે પારથી આવતો અવાજ સાંભળી ન લઇએ. તે માટે આપણે આ ઝાઝેનની, આ ધ્યાનની ક્રીયાનુ નિયમીતપણે પુનરાવર્તન કરવાનુ છે.
પુનરાવર્તનની પ્રક્રીયાને સ્વીકારવા માટે ઝેનમા આપણે એકની એક ક્રીયા 100થી પણ વધુ વખત કરીએ છીએ. ઉદાહરણ તરીકે વરસાદની એક બુંદ જ્યારે પથ્થર પર પડે છે ત્યારે તેને એક જ ધાર્યુ 1000 વખત પડવુ પડતુ હશે જેનાથી પથ્થર થોડો નરમ પડે અને વરસાદનુ પાણી પોતાનામા શોષી લઇ શકે.
આ જ સીધ્ધાંત આપણા મન અને ર્હદય માટે કાર્ય કરે છે. અહી ધ્યાનમા આપણે નિયમીતપણે ધ્યાનમા બેસીશુ અને એ જ પધ્ધતીને અનુસરીશુ. આપણે સ્થીર રહેવા પ્રયત્ન કરીશુ, આપણે સ્વયંમને ચલીત નહી થવા દઇએ, આપણે વિચારો નહી કરીએ, આપણે આપણી તકલીફથી ભાગીશુ નહી, આપણે સ્વયંમને કોઇ નિર્ણયો કર્યા વગર વહેણ સાથે વહેવા દઇશુ, જે વિચારો મનમા આવે તેને આવવા દઇશુ, જે વિચારો જાય તેને જવા દઇશુ.
જેમ જેમ આપણે આ કરતા જઇશુ આપણે પીડાવાની પ્રક્રીયાથી સ્વયંમને દુર ખેંચી લાવીશુ, આપણુ ધ્યાન બાહ્ય જગતમાથી પરત ખેંચાઇને સ્વયંમ સાથે જોડાઇ જશે. ઝેન એ સ્વયંમને સ્વયંમ પાસે પરત લાવવાનો અભ્યાસ છે.
જ્યા અને જે વિષય પર આપણુ ધ્યાન હોય છે એ તરફ જ આપણી જીવન ઉર્જા અને આપણી શક્તિ વહેતી હોય છે. હવે એ સમય આવી ગયો છે કે આપણે આપણુ ધ્યાન અંતવિહીન ક્ષુલ્લક બાબતો પરથી ખસેડીને વાસ્તવીકતાને સ્વીકાર કરી લઇએ. આમ કરવાથી સ્વપ્નો, યાદો, ભય, ઘેલછા, અંકુશ એ બધા જ આપણને કાબુમા કરવાની શક્તિ ગુમાવી દે છે. ત્યાર બાદ આપણી પસંદગી, આપણી ક્રીયાઓ, અને આપણી પ્રતિક્રીયાઓ વર્તમાન પરીસ્થીતીને અનુરૂપ બનતી જાય છે.
આ સઘળુ માત્ર આપણા શ્વાસ ઉપર ધ્યાન રાખવાથી બને છે. આપણે અનુભવીએ છીએ કે શ્વાસ અંદર આવે છે અને બહાર જાય છે. અમુક લોકો આ બાબતને તુચ્છ ગણે છે. તેઓ વિચારે છે કે, આ પ્રક્રીયાથી મને શુ ફાયદો થવાનો હતો? પરંતુ, તેઓ એ વાત ભુલી જાય છે કે આ શ્વાસની ક્રીયા વગર તેઓ એક ક્ષણ પણ જીવંત નહી રહી શકે.
જેમ જેમ આપણો આભ્યાસ આગળ વધતો જશે, આપણે જોઇશુ કે આપણી અગ્રતાની યાદીમા ફેરફાર થઇ હ્યો છે. જેને આપણે તુચ્છ ગણીએ છીએ તે આવતો જન્મ આપણા માટે મહત્વનો બની જાય છે. જેને આપણે અત્યંત મહત્વના ગણીએ છીએ તે પૈસા, પ્રતિષ્ઠા આપણા માટે ગૌણ બની જાય છે. આપણે જીવનને યોગ્ય બનાવવા માટે કોઇ પ્રયત્ન નથી કરતા. જેમ જેમ આપણે ધ્યાનમા બેસીએ છીએ આપણે અનુભવીએ છીએ કે આપણુ જીવન યોગ્ય જ છે. અને તે માટે આપણે ઇશ્વરનો આભાર માનીએ છીએ.
આ લેખમા અમુક માહિતી ડો. બ્રેંડા શોષાના લેખીત પુસ્તક ઝેન મીરેકલમાથી લેવામા આવી છે.
તેઓ ઝાઝેનની પ્રેક્ટીસ કરે છે અને સાથે સાથે 25 વર્ષથી સાયકોથેરાપીસ્ટ તરીકેની ફરજ બજાવે છે. આ પુસ્તકમા તેમણે પોતાના 25 વર્ષોના અનુભવોમાથી પસંદ કરેલ સર્વશ્રેષ્ઠ વિષયોને આવરી લીધા છે. મુખ્ય પાંચ વિષયો જેવા કે “ મૂળ તરફ પરત ફરવુ “ , “ઇચ્છાઓ અને તેની અનિવાર્યતા”, “છોડી દેવાની ભાવના”, “મીથ્યા અહ્મને ઓગાળવાની રીત”, “ઝેન, ઇશ્વર અને બોધ”, વગેરેમા પરંપરાગત બૌધ્ધિક વાર્તાઓ અને કહેવતોનો ઉપયોગ કરવામા આવ્યો છે જે કોઇ પણ વ્યક્તિને ઝેન સંપ્રદાયના શાંતિમય પથ તરફ ડગ માંડવા આમંત્રણ આપે છે.
સ્તકમા રહેલા 18 વિભાગોને “ઝેન ઇન એક્શન” થી અધ્યયન અપાયો છે. આ પુસ્તકમા ઝેન અભ્યાસના વાસ્તવિક જીવનમા થતા સંયોજન પર વધુ ભાર મુકાયો છે.
ડો. બ્રેંડા શોષાન લિખીત પુસ્તકો અને સેમીનારની યાદી ઘણી લાંબી છે. તેમના અન્ય સુંદર પુસ્તકોમાથી એક છે “Zen and the Art of Falling in Love” અને ” Fearless”જેના વિષે આપણે ફરી ક્યારેક ચર્ચા કરીશુ.
ઝેન મીરેકલ પુસ્તકના અમુક નોંધનીય મુદ્દા અહી રજુ કર્યા છે, જેને આપણે સાથે રાખીને આનંદમય જીવનને માણી શકીએ.
- ક્યારેય અન્ય પર આધાર રાખવો નહી.
- આપણી કરોડરજ્જુ તમને સ્વર્ગ અને પૃથ્વી સાથે જોડે છે, તેથી પીઠ હંમેશા સીધીં રાખવી જોઇએ,
- ઇશ્વરના સર્જન સાથે સરળતાથી સુમેળ સાંધવાની પ્રક્રીયામા એકલતા અંતરાય ઉભો કરતી હોય તો તેનો ઇલાજ શોધી લેવો જોઇએ.
- આપણે કયારેય સ્વયંમને ઉપર ઉઠાવવા, અન્યને નીચા ન પાડવા જોઇએ.
- આ ચોક્ક્સ શ્વાસ ફરી ક્યારેય નહી આવે, તેથી તેના પર ધ્યાન કેન્દ્રિત કરો.
- આપણે ઘોંઘાટને રોકી શકીએ નહી પણ આપણે સ્વયંમને તો રોકી જ શકીએ ! આપણે ઘોંઘાટને સ્વીકારી લઇ શકીએ.
- તમે અત્યારે આ ક્ષણે શુ છો? એ પ્રશ્નનો ઉત્તર જ તમે ભૂતકાળમા શું હતા તે દર્શાવે છે.
- તમે ક્યારેય સ્વયંમથી વધારે ખરાબ કોઇને જોઇ જ નહી શકો.
- તબક્કા પછીનો તબક્કો એ જ યોગ્ય તબક્કો છે.
- ક્યાંક જવાની મહેચ્છા તમને કશે નહી લઇ જઇ શકે
- કઇ જ ન કરવુ, તે જ સૌથી કઠીન ક્રીયા છે
- કોઇ અન્યનુ મસ્તક તમારા માથા પર ન મુકો, તમારા ખુદના વિચારો શું ખોટા છે. (કોઇ અન્યના વિચારો તમારા પર ન લાદો. હંમેશા પોતાના વિચારોને અનુસરો)
ઝેન ફિલૉસફી અંગેની માહીતી ડો. બ્રેંડા શોષાના લીખીત પુસ્તક “ Zen miracle ” માથી સાભાર
(પુસ્તકની મુળ આવૃત્તિ ની ભાષા: અંગ્રેજી | ગુજરાતી અનુવાદ: કોમલ પટેલ)
October 12th, 2011 at 5:25 pm
કોમલબહેન
દિર્ઘ કાળ પછી ફરી આપ પ્રવૃત્ત થયાં. ઝેન ધ્યાન વિશે જાણવું ગમ્યું.
કોઇ અન્યનુ મસ્તક તમારા માથા પર ન મુકો, તમારા ખુદના વિચારો શું ખોટા છે.
આ પણ એક અન્યનો વિચાર ન થયો?
October 12th, 2011 at 5:47 pm
આદરણીય શ્રી અતુલભાઈ,
હુંફાળા આવકાર બદલ આભાર
October 12th, 2011 at 6:40 pm
komal behen i read deep intrest about dhayan. in our samaj (khoja ismaili muslim) we have very similar activity which we say ; BAITUL KHYAL IT IS AN MEDITION OFFERED AT 4AM TO 5AM OUR IMAM GIVES US A CONFIDENTAL WORD WHICH WE HAVE TO REPEAT WITH EVERY SWASH. THIS WORD WE NEVER REVEAL TO ANY BODY SUCH DHAYAN GIVES IMMECE PLEASURE & DEEP UNDERSTADING. ZAIN THOUGHTS ARE VERY SIMILAR & NEEDS DEEP THINKINGS. OVERALL THIS ARTICLE IS VERY NICE AND I APPRECITE IT. WITH BEST REGARDS AND GOOD-WISHES. gujarati is my thther tong but since i do not have gujrati key board so this mail is in english. wish you best luck and happy life.
October 13th, 2011 at 12:43 pm
આમીરભાઇ
ધ્યાન અંગેના આપના વિચારો જાણીને આનંદ થયો. ઇસ્લામ ધર્મ વિશે મને બહુ જાણકારી નથી, પરંતુ આપે જે માહીતી આપી તેમા રસ જાગ્યો છે. હિંદુ ધર્મમા સવારે 4.00 વાગ્યાથી 6.00 વાગ્યા સુધીનો સમય “બ્રહ્મ મુહર્ત “ કહેવાય છે. . “ બૈતુલ ખયાલ “ અને તે અંગેની વધુ જાણકારી મેળવવાની ઇચ્છા છે… અલબત્ત તમારા ધર્મ અને તેના નિયમોની હદમા રહી અને આદર સાથે. તેને લગતુ કોઇ પુસ્તક આપ જણાવી શકો તો પણ ઉત્તમ …… મારુ માનવુ છે કે દરેક ધર્મમા ઇશ્વરની સમીપ જવા માટે એક રાહ ચીંધવામા આવી છે. માત્ર તેને “પુજા” અને “બંદગી” અને “ઝાઝેન” અને “મેડીટેશન” જેવા અલગ અલગ નામ અપાયા છે. જ્યાથી જેટલી જાણકારી મેળવી શકુ મેળવવા પ્રયત્નશીલ રહુ છુ.
એક બ્લોગ મીત્રએ આજે જ ગુજરાતીમા લખવા બાબત એક માહીતીસભર પોસ્ટ મુકી છે. તેની લીંક અહી બીડુ છુ. આશા છે કે આપને મદદરૂપ નીવડે
” લખો ગુજરાતીમાં ! ” પેજની મુલાકાત લેવા માટે…
http://marobagicho.wordpress.com/lakho-gujarati-ma/
આભાર
કોમલ
October 13th, 2011 at 2:41 pm
komal behen thnks for your wishes & ,coments. i will provide information about BAIT-UL-KHAYAL by e.mail very soon. tomorrow friday i am going to hyderabad(sind) to attend a merriage & will be back after tuesday than will E,Mail you posible information & will look for such litreture and let you know. my profile is on my face book & my e,mail is available to you.with good wishes & best luck.
October 14th, 2011 at 6:09 pm
ઝેન મારો પ્રીય વીષય છે. ઝેન વાર્તાઓ પણ ટચુંકડી અને સરસ હોય છે…
December 11th, 2011 at 12:53 am
ખૂબજ સરસ કોમલ બેન.
લેખ ગમ્યો. મારે એક વાત ઉમેરવાની કે તમે વિપશ્યના કરો. મે કરી છે ખરેખર તમને ઉપયોગી થશે. દસ દિવસની સાધના રાજકોટ, અમદાવાદ, કચ્છ, મહેસાણામા થાય છે. તમને રસ પડે તો http://abhyaskram.blogspot.com/ પર મને જણાવજો.
July 2nd, 2013 at 11:52 pm
સરસ લેખ!
March 9th, 2014 at 12:37 pm
કોમલબેન, બહુ જ સરસ બ્લોગ છે. ગુજરાતી ભાષા માં પ્રસિદ્ધ થતો આપનો બ્લોગ વાંચવામાં ઘણો આનંદ થયો.
ગુજરાતી ભાષા ના પ્રચાર અને પ્રસાર માટે અમે પણ ગુજરાતી પુસ્તકો દુનિયા ના કોઈ પણ ખૂણે ઘેર બેઠા મળી રહે એ માટે વેબસાઈટ ચાલુ કરેલ છે. જેમાં મહતમ પુસ્તકો ઉપલબ્ધ થશે (હજારો અપલોડ થઇ ચુકેલ છે અને હજારો થઇ રહ્યા છે) અને સૌથી મહતમ ડિસ્કાઉન્ટ કસ્ટમર ને મળી રહેશે એવી કોશિશ કરીએ છીએ. આપ એક વખત મુલાકાત લેશો તો આભારી થઈશ.
ધર્મેશ વ્યાસ
September 7th, 2016 at 11:18 pm
sundar lekh
April 11th, 2017 at 4:52 pm
read જેમ હમણા કહ્યુ એમ કે, માણસના ચાલ્યા ગયા પછી જ એનુ મહત્વ વધારે જણાય છે, એમ જ આપણે જે શ્વાસ લઇ રહ્યા છીએ તેના ગયા પછી જ આપણને તેનુ મુલ્ય જણાય છે અને ત્યારે ખુબ મોડુ થઈ ગયુ હોય છે.
install https://play.google.com/store/apps/details?id=com.quick.bestofjayvasavada
July 28th, 2018 at 10:40 pm
વાહ ખુબ સરસ માહિતી આપી તમેં…
October 18th, 2018 at 2:35 am
nice article
http://www.kadakmithi.com
January 22nd, 2020 at 7:34 pm
કોમલ પટેલ – આપે ઘરમાં જ ધ્યાન કરવા માટે ખુબ ઉપયોગી જાણકારી આપી છે, જે લોકો માટે ખુબ ઉપયોગી છે.